બુધવારે હોંગકોંગથી નીરવ મોદી અને મેહુલ ચોકસીથી સંબંધિત પેઢીઓ પાસેથી 2300 કિલોથી વધુના પોલિશ્ડ હીરા અને મોતીઓ પાછા લાવી હતી જેની કિંમત રૂ. 1350 કરોડ છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
મુંબઈમાં 108 પાર્સલ ઉતર્યા હતા તે પૈકી 32 વિદેશી પેઢીઓથી સંબંધિત હતા જેનું સંચાલન મોદી દ્વારા કરાતું હતું જ્યારે બાકીના પાર્સલ મેહુલ ચોકસીની પેઢીથી સંબંધિત હતા.પંજાબ નેશનલ બૅન્કની મુંબઈ શાથામાં 2 બિલિયન ડોલર કરતા વધુની છેતરપીંડીના સંબંધમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગ કાયદા (પીએમએલએ) હેઠળ બંને વેપારીઓની તપાસ કરાઈ રહી હતી.પરત આવેલી મૂલ્યવાન વસ્તુઓમાં પોલિશ્ડ હીરાઓ, મોતીઓ અને ચાંદીના ઘરેણા સામેલ છે અને તેની કિંમત રૂ. 1350 કરોડ છે. ઈડીએ આ કિંમતી વસ્તુઓ પાછી લાવવા હોંગકોંગ વહવટીતંત્ર સાથે સમસ્ત કાયદાકીય ઔપચારીકતાઓ પૂરી કરી હતી, એમ સંસ્થાએ કહ્યું હતું.
ઈડીએ કહ્યું હતું, આ વસ્તુઓને અત્યારે ઔપચારીક રીતે પીએમએલએ હેઠળ કબ્જે કરાઈ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018ની શરૂઆતમાં આ કિંમતી વસ્તુઓ દુબઈથી હોંગકોંગ મોકલવામાં આવી હતી જેથી તેને ઈડી અથવા અન્ય તપાસ સંસ્થા દ્વારા કબ્જે કરવાથી બચાવી શકાય. તે વર્ષે જુલાઈ મહિનામાં ઈડીને આ અંગેની બાતમી મળી હતી ત્યારથી તપાસ સંસ્થા તેની પાછળ લાગી હતી.
આ કિંમતી વસ્તુઓ હોંગકોંગમાં એક લોજિસ્ટીક કંપનીના ગોડાઉનમાં મૂકેલી હતી.આ પહેલાં ઈડીએ આ કેસમાં દુબઈ અને હોંગકોંગથી 33 પાર્સલ પરત લાવી હતી.49 વર્ષીય નીરવ મોદી અત્યારે બ્રિટનની એક જેલમાં કેદ છે અને તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયો છે. તેના મામા મેહુલ ચોકસી તપાસ શરૂ થઈ ત્યારથી ફરાર છે અને છેલ્લે એન્ટીગ્યુઆ અને બાર્બુડામાં હોવાનું જાણવા મળ્યું હતું.