નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં ચારેય અપરાધીઓને કેન્દ્રની અરજી પર 7 ફેબ્રુઆરીએ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરશે. આનાથી પહેલા આ બંને અપરાધીઓને ફાંસીની સજા પર પ્રતિબંધની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, ત્યાર પછી કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.
કેન્દ્ર તરફથી રજૂ થયેલા અતિરિક્ત સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચ સામે અરજીને તાત્કાલિત સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો.
નટરાજે કોર્ટને જણાવ્યું કે, જેલ પ્રશાસન અપરાધીઓને ફાંસી આપવામા અસમર્થ છે. જ્યારે તેમની પુન:વિચાર અરજી ફગાવી દેવામાં આવી છે. તે ઉપરાંત ત્રણ આરોપીઓની દયા અરજીઓને પણ ફગાવી દેવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટે 5 ફેબ્રુઆરીએ કહ્યું કે, ચારેય અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવશે ના કે અલગ-અલગ. સાથે જ કોર્ટે આરોપીઓને બાકી બચેલા કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવા માટે અઠવાડિયાની સમયસીમા આપી હતી. તેમને કહ્યું કે, જો દોષી અત્યારથી સાત દિવસની અંદર અરજી દાખલ કરતા નથી તો સંબંધિત સંસ્થા/ઓથોરિટી વગર કોઈ પણ વિલંબ વગર કાનૂન અનુસાર મામલાનો અંત લાવી શકે છે.
કેન્દ્ર સરકારે આ મામલામાં ચાર દોષીઓને ફાંસી પર રોક લગાવનાર નીચલી અદાલતના આદેશને 1 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણયના કેટલાક કલાક પછી કેન્દ્રએ આના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી.