સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે રાજ્યોને વેતન ચુકવણી અંગે ખાનગી કંપનીઓ અને તેમના કર્મચારીઓ વચ્ચે સમાધાનની સુવિધા આપવા જણાવ્યું છે. જેમાં લેબર કમિશનરો સમક્ષ રિપોર્ટ રજૂ કરવાની માંગ પણ કરી હતી.કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન સમયગાળા દરમિયાન પૂર્ણ વેતન ચૂકવવામાં નિષ્ફળ ગયેલી ખાનગી કંપનીઓ વિરુદ્ધ કોઈ જબરદસ્ત પગલા લેવામાં ન આવે.કેન્દ્રને સુપ્રીમ કોર્ટે 29 માર્ચના જાહેરનામાની કાયદેસરતા પર જવાબ ફાઇલ કરવા વધુ ચાર અઠવાડિયા આપ્યા છે જેમાં લોકડાઉન દરમિયાન સંપૂર્ણ વેતન ચૂકવવા ફરજિયાત ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે (MHA) માર્ચમાં તેના પરિપત્રમાં, તમામ નિયોક્તાઓને તેમના કામદારોને કોવિડ-19ને ફેલાતો અટકાવવા લદાયેલા લોકડાઉન દરમ્યાનના સમયગાળા માટે, તેમના કામદારોને કોઈપણ કપાત વગર સંપૂણૅ વેતનની ચુકવણી કરવા જણાવ્યું હતું.ન્યાયાધીશ અશોક ભૂષણ, સંજય કિશન કૌલ અને એમ.આર. શાહની બેંચે આ આદેશ પસાર કરતાં કહ્યું કે, ‘આ વિવાદ થઈ શકે નહીં કે ઉદ્યોગ અને મજૂરોને એક બીજાની જરૂર હોય. 50 દિવસ વેતન ચૂકવવાના મામલે વિવાદો ઉકેલવા પ્રયાસ કરવા જોઈએ.’
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં(Supreme Court) તેના 29 માર્ચના પરિપત્રને ન્યાયી ઠેરવ્યો હતો અને કહ્યુ હતુ કે જો ખાનગી સંસ્થાઓ કોવિડ -19 લોકડાઉન દરમિયાન કામદારોને સંપૂર્ણ વેતન ચૂકવવા અસમર્થ હોવાનો દાવો કરતી હોય તો તે તેમની ઓડિટ કરેલી બેલેન્સશીટ અને હિસાબો અદાલતમાં રજૂ કરે.ટોચની અદાલતે 15 મેના રોજ સરકારને કહ્યું હતું કે જે કંપનીઓ અને નિયોક્તાઓ પૂરો પગાર ચૂકવવામાં અક્ષમ છે તેમની વિરૂદ્ધ સખત પગલાં લેવામાં ન આવે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા દાખલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ, યોજના અને ઓબ્જેક્ટ્સ અલ્ટ્રા વાયર્સ (Ultra Vires) નથી.
શ્રમ અને રોજગારના સચિવે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી કહ્યું હતું કે નિયોક્તાઓને કહેવામાં આવે કે મહામારીની પડકારજનક સ્થિતિ વચ્ચે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢે નહીં અથવા તેમનો પગાર ઓછો ન કરે.જસ્ટિસ અશોક ભૂષણ, એસ કે કોલ અને એમ આર શાહની બનેલી બેન્ચે ગૃહ મંત્રાલયના પરિપત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે 100 ટકા પગાર ચૂકવવાનો આદેશ અપાયો તેની સાથે નિર્દેશ અપાયા હતા કે આદેશનો ભંગ કરનાર નિયોક્તાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.‘આ અંગે અમારો દ્રષ્ટિકોણ અલગ છે. આ સમયગાળા માટે સમાધાન કરવા થોડી ચર્ચા થવી જોઈએ’, એમ બેન્ચે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે લૉકડાઉન સમયગાળમાં ઉદ્યોગોને બચાવવા અને પગારની ચૂકવણી વચ્ચે સંતુલન હોવું જોઈએ.