રેલવે મંત્રાલય દ્વારા 15 એપ્રિલથી રેેેેલ્વે સેવા શરૂ કરવા સંબંધીત બધા જ રિપોર્ટોને ફગાવતા કહ્યું છે કે, હાલમાં એવી કોઈ જ યોજના નથી.
રેલ મંત્રાલયે આ સંબંધમાં એક સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેન સેવાઓ શરૂ કરવાને લઇને હાલમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રેલ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, “પાછલા બે દિવસોતી મીડિયામાં કેટલાક સમાચાર જોવા મળ્યા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, રેલ યાત્રાને લઇને કેટલાક પ્રોટોકોલ રજૂ કર્યાં છે. આ સમાચારોમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે, એક નિશ્ચિત તારીખથી પેસેન્જર ટ્રેન સેવા પુન:સ્થાપિત થઇ રહી છે.”
રેલવે મંત્રાલયે કહ્યું, “લોકડાઉન પછી રેલ યાત્રાને લઇને રેલવે બધાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે અને જ્યારે પણ આના પર કોઈ નિર્ણય લેવામાં આવશે, તો બધા જ સંબંધિત પક્ષોને આની જાણકારી આપવામાં આવશે.”