દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને તેની પ્રિન્ટ કર્યા વગર તેઓ QR કોડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગ દ્વારા મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશનને ગુગલ પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે. તે બાદ તેમાંથી પ્રવાસીઓ પોતાની જાતે જ જે-તે સમયે અને જે-તે તારીખે જવું હોય તે બુકિંગ કરાવી શકે છે. ટિકિટ બૂક કરાયા બાદ બાદ ક્યુઆર કોડ આવશે. એટલે કે પ્રવાસીઓએ પોતાની ટિકીટ બુક કરાવે તો તેની પ્રિન્ટ કાઢવાની જરૂર નહિ પડે. ક્યુઆર કોડ સ્કેન કરાવી લીધા બાદ પ્રવાસીઓને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું નહિ પડે