ટ્રેનના જનરલ કોચમાં યાત્રા કરનારા મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જો બધુ બરાબર રહ્યું તો મુસાફરો ઓછા પૈસામાં જ એસી કોચમાં યાત્રા કરવાનો આનંદ ઉઠાવી શકશે. કારણ કે રેલ્વે જનરલ કોચને એસી કમ્પાર્ટમેન્ટમાં ફેરવવાની તૈયારી કરી રહ્યું છે.
હવે રેલવે મંત્રાલય લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચ એટલે સામાન્ય ડબ્બાને એસી ડબ્બામાં ફેરવવાનો વિકલ્પ શોધી રહ્યું છે, જેથી વધારે પૈસા આપવામાં સક્ષમ ના હોય તેવા મુસાફરો પણ આરામથી યાત્રા કરી શકે.
એસી ડબ્બામાં 100-120 મુસાફરોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેથી ઓછા ભાડામાં સામાન્ય લોકો આ ડબ્બામાં યાત્રા કરી શકશે. આ યોજના પર રેલ્વે મંત્રાલયમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. પહેલા એસી જનરલ ક્લાસના કોચનું નિર્માણ પંજાબના કપૂરથલામાં રેલ્વે કોચ ફેક્ટરીમાં કરવાની સંભાવના છે.
જોકે, રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી મુખ્ય ટ્રેનોને છોડીને તમામ લાંબા અંતરની ટ્રેનોમાં કોરોના મહામારીથી પહેલા અનારક્ષિત સામાન્ય ડબ્બા હતા. અધિકારીઓએ કહ્યુ કે જો સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં એસી કોચમાં આરામની મુસાફરી મળી શકે તો આ રેલ્વેની પ્રાથમિકતા આપવી જોઈએ.
તાજેતરમાં રેલ્વેએ સ્લીપર ક્લાસના ડબ્બામાં યાત્રા કરવાનો વિકલ્પ પસંદ કરનારા યાત્રીઓ માટે એસી-3 ટિયરથી ઓછુ ભાડુ એસી ઇકોનોમીક્લાસ કોચની રજૂઆત કરી છે. રેલ્વેએ એક ઓલ-એસી ઇકોનોમી ટ્રેનની પ્રથમ સેવા પણ શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે જો રેલ્વેની યોજના સફળ થાય છે તો સામાન્ય માણસને ઓછા પૈસામાં જ એસીનો આનંદ મળી શકે છે.