ભારતમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રંટલાઈન વર્કર્સ બાદ હવે 45 વર્ષની ઉંમરથી વધારે નાગરિકોને પણ વેક્સિનેશનની સૂવિધા અપાઈ રહી છે. કોરોના મહામારી હજપ પણ સમાપ્ત નથી થઈ એવામાં આવનારા સમયમાં વેક્સિન સર્ટિફિકેટ લોકો માટે ઓળખપત્રના રૂપમાં કામ કરી શકે છે. એટલે કે જો તમે કોઈ યાત્રા કરવા કે કોઈપણ કામ કરવા માટે તમારે વેક્સિનેશન સર્ટિફીકેટ બતાવવુ પડશે. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ તમે વેક્સિન લગાવ્યા બાદ ડાઉનલોડ કરી શકો છો. જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે તે પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. તેને ડાઉનલોડ કરવા માટે તમારે CoWin વેબસાઈટ અથવા એપ પર જવુ પડશે. તે ઉપરાંત તમે આરોગ્ય સેતૂ એપ પર પણ જઈ શકો છો.
