ઓડિશામાં ટ્રેનનાં કેટલાંક ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સિંગાપુર રોડ અને કેતુગુડાની વચ્ચે ઘટી છે. જ્યાં હાવડા-જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસનાં એન્જીન સહિત કેટલાક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.
આ ઘટનામાં ત્રણ રેલ કર્મચારીઓનાં મોત થયા છે. જ્યારે સિંગાપુર રોડ અને કેતુગુડા રેલવે સ્ટેશન પર ડ્યુટીમાં હાજર સ્ટેશન માસ્ટરને બરતરફ કરાયા છે. સિંગાપુરના કેતુગુડા તરફથી જઈ રહેલી સમલેશ્વરી એક્સપ્રેસનો જનરલ ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. સ્ટેશન પર એક ટાવર કાર સાથે અથડાયા બાદ એન્જીનમાં આગ લાગી હતી, ત્યારબાદ ટ્રેન ડિરેલ થઈ ગઈ હતી.
આ ટ્રેનની દુર્ઘટના રાયગઢા વિસ્તારમાં થઈ છે. આ દુર્ઘટના બાદ ટ્રેન એન્જીનથી અલગ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનાં એન્જીન પ્રભાવિત થયા છે. ઘટના સ્થળે તપાસ માટે વિશાખાપટ્ટનમથી રેલવેના કેટલાંક સિનીયર અધિકારીઓ રવાના થઈ ચૂક્યા છે.