ગુરૂગ્રામમાં જાહેરમાં નમાઝ પઢવાનો ભારે વિરોધ પછી શિખ સમાજે મુસ્લિમ સમુદાયને ગુરૂદ્વારામાં નમાઝ પઢવા માટે આમંત્રણ આપ્યું છે. ગુરૂગ્રામના ગુરૂદ્વારા સિંહ સભા કમિટીએ કહ્યું છે કે, જો મુસ્લિમ સમાજની ઈચ્છા હોય તો તેઓ શહેરના ગુરૂદ્વારામાં આવીને નમાઝ અદા કરી શકે છે.
આ કમિટી હેઠળ પાંચ ગુરૂદ્વારા, જેમાં શાકભાજી માર્કેટ, સેક્ટર 39, સેક્ટર 46, જૈકબપુરા અને મોડલ ટાઉનમાં આવેલા છે. ગુરૂદ્વારોની કમિટી સાથે જોડાયેલા હૈરી સિંધુએ નવભારત ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યું- જાહેરમાં નમાઝનો વિરોધ ડિસ્ટર્બ કરનાર છે. જો શુક્રવારની નમાઝ પઢવામાં મુસ્લિમોને મુશ્કેલી આવે છે તો તેમનું સ્વાગત છે, અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે.
સદર બજાર ગુરુદ્વારામાં નમાઝ પઢવાની છૂટ
ગુરૂગ્રામના સદર બજાર ગુરૂદ્વારા તો નમાઝીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. હેમકુંટ ફાઉન્ડેશન સાથે જોડાયેલા હરતીરથ સિંહે બુધવારે, 17 નવેમ્બરે ટ્વિટ કર્યું, “સદર બજાર ગુરૂદ્વારા હવે મુસ્લિમ ભાઈઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. શહરની વર્તમાન ઘટનાઓને જોતા તેઓ અહીં પ્રતિદિવસ નમાઝ પઢી શકે છે.”
યુવકે નમાઝ માટે આપી દીધી દુકાન
આનાથી પહેલા ઓલ્ડ ગુરૂગ્રામમાં પણ એક યુવકે પોતાની દુકાન નમાઝ પઢવા માટે આપી દીધી હતી. અક્ષય રાવ નામના આ વ્યક્તિની મેકેનિક માર્કેટમાં અનેક દુકાનો છે. તેમાંથી એક દુકાને તેમને મુસ્લિમ સમુદાયને નમાઝ પઢવા માટે આપી દીધી છે.