તમિલનાડુના ચેન્નઇમાં એક સિંહણનું મોત નીપજ્યું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કોરોના ચેપને કારણે થયું હતું. વંડલુર સ્થિત અરીગ્નર અન્ના પ્રાણીસંગ્રહાલય ઉદ્યાન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રાણી સંગ્રહાલયના સફારી પાર્ક વિસ્તારમાં રાખવામાં આવેલા પાંચ સિંહોમાં ભૂખ અને હળવા ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા. ઝૂના પશુચિકિત્સકોએ તેની તપાસ કરી હતી. ઝૂ ઓથોરિટીની અપીલ ઉપર નિષ્ણાતોની ટીમ પણ ગોઠવવામાં આવી હતી. લોહીના નમૂનાઓ, અનુનાસિક સ્વેબ્સ અને 11 સિંહોના અન્ય સેમ્પલ, રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા રોગ, ભોપાલમાં મોકલવામાં આવ્યા હતા. આ 11 સેમ્પલમાંથી 9 નમૂનાઓ પોઝિટીવ આવ્યા છે.
ત્યારે હવે 9 વર્ષિય નીલા નામની સિંહણનું મોત 3 જૂનના રોજ થયુ છે. કહેવાય છે કે, સિંહણમાં કોરોનાના લક્ષણ હતા નહીં. મોતના એક દિવસ પહેલા શરદીની ફરિયાદ દેખાઈ હતી અને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. ઝૂ ઓથોરિટી તરફથી કહેવાયુ છે કે, 11માંથી 9 સિંહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અહેવાલની તપાસ માટે સેમ્પલ ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી હૈદરાબાદ, ભારતીય વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરેલી અને સેમ્પલો પણ મોકલવામાં આવ્યા છે. આમાં જાણવા મળશે કે શું આ નવ સિંહો ખરેખર ચેપગ્રસ્ત થયા છે, શું તેઓ કોઈ અન્ય રોગને કારણે સિંહણે પોતાનો જીવ ગુમાવ્યો છે?
કોરોના પોઝિટીવ આવેલા આ 9 સિંહોને હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઝૂની ટીમ અને સાથે એક્સપર્ટની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. ઝૂની દેખરેખ રાખતા તમામ કર્મચારીઓને વેક્સિનટેડ છે. અહીં કામ કરતા લોકો અને ડોક્ટર્સને પીપીઈ કિટ પહેરવી ફરજિયાત કરી દીધી છે. જણાવી દઈએ કે વંદૂરના આ પ્રાણી સંગ્રહાલયમાં 13 સિંહો છે. રાજ્યમાં લોકડાઉન થયાં પછી ઝૂને બંધ રાખવામાં આવ્યું હતું, હવે સમજાતું નથી કે સિંહોમાં કોરોના ચેપ કેવી રીતે ફેલાયો ?આ અંગે હાઈ લેવલની તપાસ હાલમાં ચાલી રહી છે.