માઈક્રોસોફટે નોએડામાં નવી ઑફિસ ખોલી છે. ગુરુવારે કંપનીએ આ ઑફિસની સુંદરતાને દગદાહેર કરી છે. બિલગેટસની કંપનીએ આ ઑફિસને તાજમહેલ જેવી ડિઝાઈન કરી છે. માઈક્રોસોફટ ઈન્ડિયા ડેવલોપમેન્ટ સેંટર જેને IDCના નામથી પણ ઓળખાય છે. તેનું ઈન્ટીરીયર સફેદ કલરનું છે. તે ઉપરાંત તાજમહેલની સ્પેશ્યલ જાળીવાળુ વર્ક પણ ઈન્ટીરીયરમાં સામેલ કરાયું છે. IDCની આ બિલ્ડીંગ ત્રણ માળની છે. તેની ડિઝાઈનમાં મુગલ અને ઈન્ડિયન આર્કિટેકને સારી રીતે સામેલ કરાયુ છે. તેમજ કમાન અને ગુંબજ પર છતને પણ સામેલ કરાઈ છે. તેમજ બિલ્ડીંગની ડિઝાઈન અને આર્કિટેક એવી રીતે બનાવાયુ છે કે કેટલાક એંગલથી જોવા પર અહેસાસ થાય છે કે બિલ ગેટસ તમને જોઈ રહ્યા છે. ભારતમાં પહેલા IDC સેંટર હૈદરાબાદમાં 1998માં ખોલાસુ હતુ. બીજુ સેંટર બેંગાલુરુમાં ખોલવામાં આવ્યું. આ સેંટરને લઈને માઈક્રોસોફટ IDCમાં મેનેજીંગ ડાયરેકટર રાજીવ કુમારે કહ્યું કે, નોએડા સેંટર એટલા માટે ખોલાયુ કારણ કે, આપણે દેશના પ્રીમિયમ ટેક અને મેનેજમેન્ટ સ્કૂલોમાં શિક્ષા પ્રાપ્ત કરવાવાળા વિદ્યાર્થીઓને આકર્ષિત કરી શકે.
