દેશની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. ઓટો સેક્ટરને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમને નિવેદન આપ્યું હતું કે ઓલા-ઉબેર જેવી એપ્લિકેશન આધારિત કેબ સેવાઓનો પ્રભાવ ઓટો મોબાઇલ ક્ષેત્ર પર પડે છે. નિર્મલા સીતારમનના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. તેના નિવેદન બાદ લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમને ચેન્નાઇમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ઓટો ક્ષેત્રની મંદી પાછળ ઓલા અને ઉંબર જેવી કંપનીઓ કારણ છે. તેમણે કહ્યું કે લોકો કાર ખરીદવાને બદલે ઓલા-ઉબેરને પસંદ કરે છે. લોકો કાર ખરીદે અને EMI ભરવાને બદલે મેટ્રોની મુસાફરી કરે છે. નિર્મલા સીતારમનના આ નિવેદન માટે લોકોએ તેમને ટ્રોલ કર્યા. લોકોએ તેના નિવેદન અંગે સોશ્યિલ મીડિયા પર મજા લેવાનું ચાલુ કર્યું છે.