કોરોનાવાયરસ સંકટ વચ્ચે ટેક્સી સેવાઓ ઉપલબ્ધ કરાવતી કંપની ઓલા અને ઉબેરે તેની શેરિંગ યાત્રા સેવાઓ ક્રમશ: ‘ઓલા શેર’ અને ‘ઉબેર પૂલ’ને અસ્થાયી રીતે બંધ કરી છે. બંને કંપનીની શેરિંગ યાત્રા સેવાઓનો ઉપયોગ કરી એક જ રસ્તે મુસાફરી કરતા યાત્રીઓ એક સાથે યાત્રા કરી શકે છે. ઓલાએ એક નિવેદનમાં જણાવ્યુ કે, કોરોનાવાયરસના ફેલાતા રોકવાના પ્રયાસો હેઠળ કંપની ‘ઓલા શેર’ સુવિધાને આગામી સૂચન સુધી અસ્થાયી રીતે બંધ કરી રહી છે.
કંપનીએ જણાવ્યુ કે, તેની માઈક્રો, મિની, પ્રાઈમ, રેન્ટલ અને આઉટસ્ટેશન સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત ઉબેરે જણાવ્યુ કે, કોરોનાવાયરસને ફેલાતા રોકવા માટે અમે પ્રતિબદ્ધ છે. તેથી જે શહેરોમાં અમે સેવાઓ આપીએ છીએ, એ શહેરોમાં ઉબેર પૂલ સેવાઓ પર રોક રહેશે. કોરોનાવાયરસના કારણે વિશ્વભરમાં 11 હજારથી વધુ લોકોના મોત થઈ ચુંક્યા છે.