બિહારના ગોપાલગંજ જિલ્લામાં એક લગ્નમાં એવી વાતે ઝગડો થયો કે ગોળીઓ ચાલી છે. હકિકત એવી છે કે જમવામાં લિટ્ટી ના મળી તો ગોળીઓ ચલાવી દીધી. લીટ્ટીને લઈને થયેલા આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં વાત ખૂબજ વણસી હતી. ગોળીચાલતાં 4 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે.આ ઘટના ગોપાલગંજ જિલ્લાના ઉચકાગામ પોલીસ સ્ટેશન વિસ્તારના નરકટીયા ગામની છે, જ્યાં આવેલી જાનને જમાડતા હતા. ત્યારે પીરસવા દરમિયાન વિવાદ થતાં ગોળીઓ ચાલી જેમાં 4 લોકો ઘાયલ થયા છે તો એક જણનું ઘટના સ્થળે મોત પણ થયું છે. મરનારનું નામ રાજેન્દ્ર સિંહ જણાવવામાં આવી રહ્યું છે.ઘટના વિશે આગળ જણાવતા રોહિતે કહ્યું , જાનૈયાઓને જમવાનું પીરસવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન ઝઘડો થયો તો કોઈએ ગોળી ચલાવી દીધી. ગોળી વાગવાથી મારા પિતાજી, બે ભાઈઓ, અને એક અન્ય સહિત ચાર લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ રોહિતનું કહેવું છે કે તે સમયે જમવામાં ચાવલ અને ચિકન ચાલી રહ્યું હતું. ગોળી મારવાવાળા વ્યક્તિ એ કહ્યું કે લિટ્ટી અને ચિકન પહેલા પીરસો. આ જ વાત ઉપર ઝઘડો વધી ગયો.
