27 વર્ષિય લેડી ટીચર સાથે થયું, તેવું ભાગ્યે જ કોઈની સાથે થતું હશે. આ મહિલા શરદી અને ખાંસીને ટીબી સમજતી હશે, અને સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગઈ, પણ પછી જ્યારે ડોક્ટર્સે તપાસ કર્યુ અને જે જાણવા મળ્યુ પગ તળેથી જમીન ખસકી ગઈ. મહિલાને જે મુશ્કેલી થઈ રહી હતી, તેનું કારણ જાણ્યા બાદ આ કેસને સ્ટડી તરીકે રજૂ કરાયો હતો. મહિલાના ફેફસામાં કોન્ડોમ ફસાઈ ગયો હતો.વ્યવસાયે શિક્ષક એવી આ 27 વર્ષિય મહિલાની તબિયત સતત બગડતી રહેતી હતી. તેને ખૂબ કફ અને ખાંસી રહેતી હતી. જેને લઈને તે ડોક્ટર્સ પાસે બતાવવા માટે પહોંચી હતી. મહિલાને લાગ્યુ કે, તેને ટીબી થઈ ગયો છે. મહિલા સારવારા માટે ગઈ. જો કે, મહિલાનો ટીબી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ડોક્ટર્સ પણ થોડી વાર તો મુંઝાયા, આખરે એક્સ રે કરવાનું વિચાર્યું. એક્સ રેમાં જે બાબત સામે આવી, ડોક્ટર્સ પણ હૈરાન રહી ગયાં. એક્સ રેમાં પ્લાસ્ટિકની નાની એવી બેગ ફેફસામાં ફસાયેલી હોવાનું માલૂમ પડ્યું.
ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી તો, ખબર પડી કે આ પ્લાસ્ટિક બેગ નહીં પણ કોન્ડોમ હતો. ડોક્ટર્સે મહિલાનું ઓપરેશન કર્યુ અને કોન્ડોમ બહાર કાઢ્યો. હવે ડોક્ટર્સ એ જાણવા માગે છે કે, આખરે મહિલાના ફેફસા કોન્ડોમ પહોંચ્યો કેવી રીતે. જો કે, આ મહિલા શરમના કારણે કંઈ બતાવી શકી નહોતી. ડોક્ટર્સે ખૂબ દબાણ કર્યુ ત્યારે આ મહિલાએ એક કિસ્સો સંભળાવ્યો. મહિલાના જણાવ્યા અનુસાર, તે પોતાના પતિ સાથે અંતરંગ પળો માણી રહી હતી. તે ફેલિએશન કરી રહી હતી. કોન્ડોમ ખૂબ ઢીલો હતો. કોન્ડોમ ઢીલો હોવાના કારણે મહિલાના મોઢામાં ચાલ્યો ગયો. મહિલાએ ડોક્ટર્સને જણાવ્યું કે, આ અજાણતા થયુ છે. તેને આશા હતી કે, કોન્ડોમ નિકળી જશે. એટલુ વધારે નુકસાન નહીં પહોંચાડે. પણ આવુ થયુ નહીં. જ્યારે તે બિમાર પડી તો, તેને યાદ ન આવ્યુ કે, કોન્ડોમના કારણે આવુ થતું હશે. આ કેસને નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનને નોટ્સમાં શામેલ કરવામાં આવ્યો છે.