પંજાબના જાલંધરમાં લગ્ન સમારોહમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરવામા આવ્યો હતો. લગ્નમાં 100થી વધુ લોકોની ભીડ ભેગી કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે કાર્યવાહી કરી હતી.વરરાજા અને તેના પિતાની પોલીસે રિસેપ્શન પાર્ટીમાંથી ધરપકડ કરી હતી. જ્યારે પોલીસને જોતા જ ઘણા મહેમાનો નાસી છૂટ્યા હતા. પંજાબમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. જ્યારે અન્ય કાર્યક્રમમાં 10થી વધુ લોકોના ભેગા થવા મુદ્દે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે.લગ્ન સમારોહમાં 100થી વધુ લોકોના આવવા મુદ્દે પોલીસે પૂછપરછ કરતા યુવકે પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને જ નથી ખબર કે લગ્નમાં આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાંથી આવી ગયા. પોલીસે દુલ્હા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
