ઓપ્પો સ્માર્ટફોન કંપનીએ સમાર્ટફોન પ્રોસેસર અને ટ્રીપલ કેમેરા સેટઅપાવાળો સ્માર્ટફોન થોડા મહીના પહેલા જ ઈન્ડિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સ્માર્ટફોનનું નામ Oppo Reno અને Oppo Reno 10X હતા. Oppo Reno 10Xમાં ખાસ કેમેરા ક્વોલિટી 10X Zoomનું ફીચર આપવામાં આવ્યું હતુ. આ ફોનની કેમેરા ક્વોલિટીને યૂઝર્સે ખુબ પસંદ કરી છે.
તેનો મતલબ છે કે કંપની આ સ્માર્ટફોનમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવા જઈ રહી છે. તે સિવાય આ ફોનનો કેમેરો 20X ઝૂમ કરવાની ક્ષમતા ધરાવે છે. તમે અંદાજો લગાવી શકો છો કે બેક કેમેરાથી પાડવામાં આવેલો ફોટો કેટલો ક્લિયર અને અદભૂત હશે.
Oppo Reno 2ના ટીઝરને જોઈને ખબર પડે છે કે કંપની આ ફોનને સિરીઝમાં લોન્ચ કરશે. તેનો મતલબ કે કંપની એકથી વધારે ફોન લોન્ચ કરી શકે છે. સંભવ છે કે કંપની ઓપ્પો રેનોની જેમ જ ઓપ્પો રેનો 2ની સાથે એક ઓપ્પો રેનો 20X ઝૂમ નામનો કોઈ સ્માર્ટફોન લોન્ચ કરશે.