હરિયાણાના (Haryana) રોહતક જંક્શન (Rohtak Junction)ના સ્ટેશન અધિક્ષક યશપાલ મીણાને એક ડાક પત્ર દ્વારા આગામી 8 ઓક્ટોબરે 11 રેલવે સ્ટેશન અને 6 રાજ્યોના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) તરફથી મળી છે. આ પત્રને મસૂદ અહમદ નામના વ્યક્તિએ લખ્યો છે. જે પોતાને જૈશ-એ-મોહમ્મદનો જમ્મુ કાશ્મીરનો એરિયા કમાન્ડર ગણાવે છે.
પત્રમાં રોહતક જંક્શન, રેવાડી, હિસાર, કુરુક્ષેત્ર, મુંબઈ સિટી, બેંગલોર, ચેન્નાઈ, જયપુર, ભોપાલ, કોટા અને ઇટારસી રેલવે સ્ટેશનો સિવાય રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ, એમપી, યૂપી અને હરિયાણાના મંદિરોને બોમ્બથી ઉડાવવાનો ઉલ્લેખ કર્યો છે. ધમકી ભર્યો પત્ર મળ્યા પછી દિલ્હી મંડળ અને અંબાલા સ્થિત રેલવે એસપી કાર્યાલય સુધીના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. મામલો ઉચ્ચ અધિકારીઓ સામે પહોંચ્યા પછી જીઆરપી અને આરપીએફના જવાનોએ રેલવે સ્ટેશનથી પસાર થનાર બધી ટ્રેનો અને પ્લેટફોર્મ પર ચેકિંગ વધારી દીધી છે.