કલકત્તા શહેરને પોતાના વારસા માટે ઓળખવામાં આવે છે. અહિયાં પ્રવાસીઓ ઈતિહાસ વિષે જાણવા, તેનાથી માહિતગાર થવા આવે છે. એટલું જ નહિ આ શહેર પોતાનામાં ભારતની સંસ્કૃતિ સમાવીને ઘણું સુંદર લાગે છે. હુગલી નદીના કાંઠા ઉપર વસેલું કલકત્તા એક સમયે દેશનું પાટનગર હતું, તો આજે તેની જાળવણીને કારણે તેને ‘સીટી ઓફ જોય’ તરીકે ઓળખવામાં આવે છે.
અહીં સંસ્કૃતિ પ્રેમી જુના ખંડેરો, ભવનો દ્વારા ઈતિહાસ શોધવા અને તેના મૂળને શોધવા આવે છે. આ મૂળ શોધવામાં ભલે થોડી મુશ્કેલી પડે છે, પરંતુ અહિયાં રહેલા એક વડના વૃક્ષ તેને જરૂર છેતરી શકે છે. જેમાં સાચા મૂળ વિષે જાણવું કોઈ પણ વ્યક્તિ માટે ઘણું અઘરું અને રસપ્રદ છે. આ ઝાડના અસંખ્ય મૂળ છે, અને તે એટલા દુર સુધી ફેલાયેલા છે કે તે પોતાની રીતે એક જંગલ છે.
અમે વાત કરી રહ્યા છીએ ‘ગ્રેટ બનયાન ટ્રી’ ની, જો કે કલકત્તા પાસે જ હાવડાના શિવપુરમાં આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનીકલ ગાર્ડનમાં ઘણું સરસ રીતે ઉભું છે. આમ તો ૨૭૦ એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ૧૨,૦૦૦ થી વધુ પ્રકારના ઝાડ-છોડ રહેલા છે. પરંતુ વિશાળ વડનું ઝાડ સૌને આશ્ચર્યમાં મુકે છે અને મુખ્ય આકર્ષણ તરીકે મગજમાં બેસી જાય છે. કહીએ તો બોટાનિકલ ગાર્ડનની ઓળખ જ આ ઝાડ બની ગયું છે.
આ વડમાં શું છે વિશેષ?
કહેવામાં આવે છે કે આ ઘટાદાર વૃક્ષ વિશ્વનું સૌથી મોટું વડનું ઝાડ છે. પ્રવાસીઓ ખાસ કરીને આ ઝાડને જોવા ગાર્ડન સુધી આકર્ષાય છે. પહેલી વખત જોવા ઉપર જાણી શકાય છે કે એક જેવા દેખાતા ઘણા ઝાડોના જંગલમાં આવ્યા છીએ, પરંતુ તમને વહેલી તકે ખબર પડી જશે કે ખરેખર જેને મૂળ સમજવાની ભૂલ કરીએ છીએ તે વડની જટાઓ(વેલ) ઘણી વધારે ફેલાયેલી છે.
કહેવામાં આવે છે કે આ વડનું ઝાડ ત્યાં ગાર્ડન બનતા પહેલા ૧૫-૨૦ વર્ષ પહેલાથી રહેલું છે. તે હિસાબે તેની ઉંમર ૨૫૦ વર્ષથી વધારે છે. આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનીકલ ગાર્ડન વર્ષ ૧૭૮૭માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જાણીને નવાઈ થશે કે, આ વિશાળ ઝાડની ૩૩૭૨થી વધુ જટાઓ મૂળનું સ્વરૂપ લઇ ચુકી છે. સ્પષ્ટ છે તે કોઈ પણ કન્ફયુઝ થઇ શકે છે.
ઘણા તોફાનો સહન કરી ચૂકેલું આ ઝાડ પક્ષીઓની ૮૭ જુદી જુદી જાતિઓ માટે રહેણાંકનું સ્થળ પણ છે. હાલમાં આ ઝાડનો ફેલાવો લગભગ ૧૮,૯૧૮ ચોરસ મીટર છે. આમ તો તેનું નામ ગિનીસ બુક ઓફ વર્ડ રેકોર્ડ નોંધાયેલું છે. તે વિશેષ ઝાડ બોટનીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું પ્રતિક ચિન્હ છે. તો તે પોસ્ટ વિભાગે ૧૯૮૭માં તેની ઉપર પોસ્ટ ટીકીટ પણ બહાર પાડેલી છે.
આ વિશાળ ઝાડ નીચે લગભગ ૧૦,૦૦૦ લોકો એક સાથે ઉભા રહી શકે છે. કહેવામાં આવે છે કે કુદરતી આફતો ઉપરાંત તેને પ્રદુષણથી નુકશાન પહોંચી રહ્યું છે. તેની જાળવણી માટે ૧૩ નિષ્ણાંત લોકોની નિમણુક કરવામાં આવી છે જે તેનું ધ્યાન રાખે છે.
ગાર્ડનમાં બીજું શું છે વિશેષ?
વિશાળ ઘટાદાર વૃક્ષ ઉપરાંત અહિયાં હજારો જાતિના ઝાડ અને વનસ્પતિઓ મળી આવે છે. તેમાંથી ૧,૪૦૦ વિદેશી જાતિઓના ઝાડ અને ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ રહેલી છે. આ ઝાડની દેખરેખ માટે ૨૫ ડીવીઝન, કાચનું ઘર, ગ્રીનહાઉસ અને સંરક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝાડોની ઘણી દુર્લભ જાતિઓને નેપાળ, મલેશિયા, જાવા, બ્રાઝીલ, સુમાત્રા વગેરે સ્થળોએથી લાવીને અહિયાં સંરક્ષિત કરવામાં આવે છે. ગાર્ડનની લાયબ્રેરીમાં ઝાડ-છોડ સાથે જોડાયેલા પુસ્તકો મળે છે.
ગાર્ડન બનવા પાછળની કથા :
ગાર્ડનની સ્થાપના બ્રિટીશ ઈસ્ટ કંપનીના સેના અધિકારી કર્નલ એલેકઝાન્ડર કીડે કરી હતી. આ ગાર્ડનના નિર્માણ પાછળ ધંધાકીય ઉદ્દેશ્ય હતું. તે અહિયાં દેશભરમાંથી એવા છોડને અહિયાં લાવવા માંગતા હતા જેનું ધંધાકીય મહત્વ હોય. સર જોર્જ કિંગે તેની ડીઝાઈન બનાવી, તો વનસ્પતિ વિજ્ઞાની વિલિયમ રોક્સબર્ગે બગીચાના અધિક્ષક તરીકે સેવા આપીને તેની જાળવણી કરી. ૨૫ જુન ૨૦૦૯ના રોજ મહાન વૈજ્ઞાનિક આચાર્ય જગદીશ ચંદ્ર બોઝના નામ ઉપર તેનું નામકરણ થયું.
ક્યારે જાવ અહિયાં?
બોટનીકલ ગાર્ડનની યાત્રાનો સૌથી યોગ્ય સમય ઓક્ટોમ્બરથી માર્ચનો હોય છે. તમે તડકાથી કંટાળીને થાકેલા કુદરતી ચમત્કારોને અહિયાં જોઈ શકો છો. જાણકારી માટે જણાવી દઈએ કે ગાર્ડનમાં પ્લાસ્ટિક અને સ્મોકિંગ ઉપર પ્રતિબંધ છે. તમે ખાવા પીવાની વસ્તુ બગીચામાં નથી લઇ જઈ શકતા. કેમ્પસમાં એક સ્થળે ખરીદવા માટે ખાવા પીવાની વસ્તુ મળે છે.
વિશાળ ગાર્ડનમાં પગપાળા ફરવું અને જોવું મુશ્કેલ છે. તમે ગેટથી છ સીટ વાળી કાર લઇ શકો છો. જેથી તમામ સ્થળ ફરી શકો. ડ્રાઈવર તમને જુદા જુદા સ્થળો ઉપર રોકાતા રોકાતા લઈ જશે અને સાથે જ છોડ વિષે માહિતી આપશે.
કેવી રીતે પહોચી શકાય બોટનીકલ ગાર્ડન?
કલકતા શહેરના લગભગ તમામ સ્થળો પરથી અહિયાં ટેક્સી કે કેબથી પહોંચી શકાય છે. બોટનીકલ ગાર્ડન જવાવાળી બસો પણ મળી રહે છે. બોટનીકલ ગાર્ડન શહેરની પશ્ચિમ તરફ હાવડામાં હુગલી નદીના કાંઠે આવેલું છે. શાલીમાર રેલ્વે સ્ટેશન ગાર્ડનની સૌથી નજીક છે પરંતુ હાવડા સ્ટેશનથી બસ અને ટેક્સી લેવી જ સારું રહેશે. કેમ કે ટ્રેન સુવિધા એટલી નથી.