કર્ણાટકમાં રાજ્યરાજેશ્વરી નગરથી કોંગ્રેસનાં ધારાસભ્યનાં ઘરની બહાર વિસ્ફોય થયો હતો. બૅંગ્લોરનાં વ્યાલિકવલમાં ધારાસભ્ય મુનિરત્નાનાં ઘરની બહાર વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વ્યક્તિનાં ચીથડા ઉડી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિસ્ફોટ મકાનની સામેનાં કારનાં પાર્કિંગમાં થયો હતો. પોલીસ તો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરંતુ હજી સુધી વિસ્ફોટનું કારણ સામે આવ્યુ નથી. મુનિરત્ના નેતાની સાથે ફિલ્મ નિર્માતા પણ છે.