મહારાષ્ટ્રમાં કસારા અને ઈગતપુરી ઘાટી નજીક ગુરુવારે સવારે 3-50 કલાકે ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના બાદ રેલવે તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી.
ટ્રેન ડીરેલ થયા બાદ મધ્ય રેલવેના સીપીઆરઓ એ જણાવ્યું કે ગોરખપુર અત્યોદય એક્સપ્રેસનો એક કોચ ગુરુવારે સવારે પાટા પરથી ઉતરી ગયો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. રેલવે ટ્રેનોની આવન-જાવન માટે મધ્ય લાઈન અને અપ લાઈન ઉપલબ્ધ છે.
સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી ટર્નિનસથી ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન તરફ જઈ રહી હતી.