દેશમાં ગૂગલ તેમજ યૂટ્યૂબ પર ઓનલાઈન સર્ચમાં બ્યૂટી, ડેટિંગ, હોબી જેવી જાણકારી સૌથી વધારે સર્ચ થાય છે. એક રીપોર્ટ અનુસાર વર્ષ 2017ની સરખામણીમાં 2018માં મેટ્રીમોનીથી વધારે ડેટિંગ માટે સર્ચ થઈ છે. નજીકના સંબંધી શોધવામાં 75 ટકાનો વધારો અને કો વર્કિંગ સ્પેસ સંબંધી સર્ચમાં 100 ટકા વધારો નોંધાયો છે.
ભારતમાં ગૂગલના રાષ્ટ્રીય નિદેશક વિકાસ અગ્નિહોત્રીના જણાવ્યાનુસાર ભારતમાં ઓનલાઈન સ્પેસ પહેલા આટલી એક્ટિવ ન હતી. દુનિયામાં ઝડપથી ઈંટરનેટ ડેટાનો ઉપયોગ કરતાં દેશમાં ભારત ટોચ પર છે. ઈંટરનેટ ભારતની આકાંક્ષાઓનો સેતુ બની ગયું છે.
રીપોર્ટ અનુસાર દર વર્ષે સરેરાશ ચાર કરોડ ભારતીય ઘર ઈંટરનેટનો ઉપયોગ કરે છે. મહાનગરોની સરખામણીમાં અન્ય શહેરોમાં ઓનલાઈન સર્ચ વધારે ઝડપથી થાય છે. મહાનગરોની સરખામણીમાં અન્ય શહેરોમાં લોકો વીમા, સૌંદર્ય અને પર્યટન માટે સર્ચ થાય છે.
ગૂગલના જણાવ્યાનુસાર દેશમાં ઓનલાઈન વીડિયો જોનારા લોકોની સંખ્યામાં વર્ષ 2020 સુધીમાં 50 કરોડનો વધારો થશે. વિજ્ઞાન અને હોબી સંબંધિત વીડિયો પર લોકો વધારે સમય આપે છે. આ પ્રકારના વીડિયો 2018માં ત્રણ ગણા વધ્યા છે. જ્યારે સૌંદર્ય સાથે જોડાયેલા વીડિયોની સર્ચમાં 40 ટકાનો વધારો થયો છે.