માર્કેટમાં આ સમયે Corona Test Kitની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. કંપનીએ તેની માટે થાયરો કેર સાથે પાર્ટનરશિપ કરી છે. Kબેંગલુરૂની આ કંપનીએ કહ્યું છે કે થાયરોકેયર સાથે મળી COVID-19 ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેને ભારત સરકારે એપ્રુવ કરી છે. આ સાથે જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે ICMRએ પણ તેને એપ્રુવલ આપી છે. Practoએ કહ્યું છે, ‘અત્યારે મુંબઇના લોકો માટે ટેસ્ટ ઓનલાઇન ઉપલબદ્ધ છે અને જલ્દી આખા દેશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની માટે ડૉક્ટરનું વેલિડ પ્રેસક્રિપ્શનની જરૂર હશે અને ટેસ્ટ રિક્વિજિશન ફોર્મ ફિલ કરવુ પડશએ જેને ફિશિયન સાઇન કરશે. ટેસ્ટિંગ દરમિયાન ફોટો આઇડી કાર્ડની પણ જરૂર પડશે.
Covid-19 ટેસ્ટને પ્રેક્ટોની વેબસાઇટથી 4,500 રૂપિયામાં બુક કરવામાં આવી શકે છે. બુકિંગ બાદ પેશન્ટના સેમ્પલ માટે ઘરે જ રિપ્રેજન્ટેટિવ મોકલવામાં આવશે જે સેમ્પલ કલેક્ટ કરશે. કંપનીએ કહ્યું છે કે સેમ્પલ કલેક્શન માટે મોકલવામાં આવેલા રિપ્રેજન્ટેટિવ ICMR દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ગાઇડલાઇનનું પાલન કરશે. ટેસ્ટિંગ માટે સ્વૈબ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ દ્વારા કલેક્ટ કરવામાં આવશે. તેને કોલ્ડ ચેનમાં થાયરોકેયર લેબોરેટરી મોકલવામાં આવશે જેને Covid-19 ટેસ્ટિંગ માટે પસંદ કરવામાં આવશે.