દેશમાં કોરોના મહામારીને કારણે શિક્ષણ સહિતની અનેક જરૂરી પ્રવૃત્તિઓ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે ગુરુવારે એક પરિપત્ર બહાર પાડી રાજ્ય સરકારે તમામ કોલેજોમાં આગામી 22 જૂનથી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જણાવ્યું છે. જેથી કરીને વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ના પડે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રાજ્યની સરકારી-બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં સિંગલ પ્લેટફોર્મ પર ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અને એકસૂત્રતા જાળવવા વિચારણા કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીની પરિસ્થિતિ સંપૂર્ણપણે અનુકુળ થઇ ગયા બાદ ફિઝિકલ કલાસ શરૂ કરાશે.
આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા “Unlimited Digital Advanced yearlong Method of learning”(UDAYAM) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.