દેશમાં મંદીનો દોર ચાલી રહ્યો છે. આ મંદી અસર ઓટો સેક્ટરમાં સૌથી વધુ જોવા મળી રહી છે, ત્યારે વાહન બનાવતી દેશની પ્રમુખ ટાટા મોટર્સ દ્વારા આ વર્ષના પ્રથમ 9 મહિનામાં પોતાની સૌથી સસ્તી નેનો કારનું ઉત્પાદન કરવામાં આવ્યુ નથી. જ્યાં સુધી વેચાણનો સવાલ છે, ત્યા સુધી દેશમાં ઓછી કિંમત વાળી આ કારને કંપનીએ આ વર્ષે માત્ર એક જ કારનું વેચાણ કર્યું છે અને તે પણ ફેબ્રુઆરીમાં. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ શેર બજારમાં આ માહિતી આપી છે.
ટાટા મોટર્સ દ્વારા 2008ના ઓટો એક્સપોમાં નેનો કારને રજૂ કરવામાં આવી હતી. બજારમાં આ કાર માર્ચ 2009માં આવી હતી. તે સમયે તેની શરૂઆતની મોડલની કિંમત એક લાખ રૂપિયા હતી. આમ નેનો ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી હતી. જો કે આ કાર ટાટા મોટર્સ લોકોની આશાઓ પર ખરી નથી ઉતરી. કારના વેચાણમાં સતત ઘટાડો થતો રહ્યો છે. પાછલા વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન ટાટા મોટર્સ દ્વારા નેનો કારના 297 એકમનું ઉત્પાદન થયુ હતુ, જ્યારે 299 કારો વેચાઈ હતી.