Operation Sindoor: 10 મે સુધી 150થી વધુ ફ્લાઇટ્સ રદ, અહીં જુઓ અસરગ્રસ્ત શહેરોની સંપૂર્ણ યાદી
Operation Sindoor: ભારતીય વાયુસેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ, દેશની હવાઈ સેવાઓ પર મોટી અસર પડી છે. ૭ મેના રોજ સવારે ૧ થી ૩ વાગ્યાની વચ્ચે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK)માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ કાર્યવાહી પછી, હવાઈ ક્ષેત્રમાં સુરક્ષા કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
૧૦ મે સુધી ૧૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ રહેશે
એરસ્પેસ પ્રતિબંધોને કારણે, ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી મોટી એરલાઇન્સે તેમની ઘણી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી છે. માહિતી અનુસાર, આ ફ્લાઇટ્સ 10 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી રદ રહેશે.
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
ઈન્ડિગોએ જે શહેરોમાં ફ્લાઈટ્સ રદ કરી છે તેમાં શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાલા, બિકાનેર, જોધપુર, ગ્વાલિયર, કિશનગઢ અને રાજકોટનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ રદ કરી
એર ઇન્ડિયાએ જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.
સૂચના મુજબ
ઉડ્ડયન અધિકારીઓ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોસર, દેશના કેટલાક હવાઈ ક્ષેત્રોને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.