Operation Sindoor પર મોહન ભાગવતનું નિવેદન: “આ કાર્યવાહી જરૂરી હતી, સેના અને સરકારનું અભિનંદન”
Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્ય મોહન ભાગવતે શુક્રવારે તેમનું અધિકૃત નિવેદન જાહેર કર્યું. તેમણે ભારત સરકાર અને સશસ્ત્ર દળોની કાર્યવાહીનો સમર્થન કરી તેને દેશના આન, બાન અને સલામતી માટે આવશ્યક ગણાવી.
મોહન ભાગવતનો સંદેશ
મોહન ભાગવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર લખ્યું:
“ઓપરેશન સિંદૂર માટે ભારત સરકારના નેતૃત્વ અને સેનાનું હાર્દિક અભિનંદન. હિંદુ યાત્રાળુઓની નિર્લજ્જ હત્યાની ઘટનાથી દુઃખી પરિવારો અને સમગ્ર દેશને ન્યાય આપવાની દિશામાં ચાલી રહેલી આ કાર્યવાહી દેશના આત્મગૌરવ અને સાહસને વદ્ધિ આપે છે.“
તેમણે પાકિસ્તાની સેના દ્વારા ધાર્મિક સ્થળો અને નાગરિક વિસ્તારો પર થયેલા હુમલાની નિંદા કરી અને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
राष्ट्रीय स्वयंसवेक संघ द्वारा जारी किया गया वक़्तव्य –
पहलगाम की कायरतापूर्ण आतंकवादी घटना के पश्चात पाक प्रायोजित आतंकवादियों एवं उनके समर्थक पारितंत्र पर की जा रही निर्णायक कार्रवाई “ऑपरेशन सिंदूर” के लिए भारत सरकार के नेतृत्व और सैन्यबलों का हार्दिक अभिनंदन। हिंदू यात्रियों… pic.twitter.com/kThkYmVdLw— RSS (@RSSorg) May 9, 2025
નાગરિકો માટે અપીલ
RSS પ્રમુખે દેશના નાગરિકોને શાંતિ અને જવાબદારીપૂર્વક વર્તવાનું આહ્વાન કર્યું:
“આ સમય છે કે આપણે શાસન અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરીએ. દેશવિરોધી તાકાતો આપણા સામાજિક એકતાને ખંડિત કરવાની કોશિશ કરે, તેવા કોઈપણ ષડયંત્રોને નિષ્ફળ બનાવવું એ આપણા બધાનો નાગરિક ફરજ છે.“
તેમણે કહ્યું કે દરેક નાગરિકે દેશપ્રેમ દર્શાવવો જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં સેના અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ જેથી રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા વધુ મજબૂત બને.
આ નિવેદન શા માટે મહત્વપૂર્ણ છે?
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સમયમાં, RSS જેવા મોટા સંગઠનના વડાનું સમર્થન સરકાર અને સેનાના માટે મજબૂત સામાજિક અને નૈતિક આધારરૂપ છે. મોહન ભાગવતનું નિવેદન માત્ર રાષ્ટ્રવાદને જ શક્તિ આપતું નથી, પણ દેશના સામાન્ય નાગરિકોને પણ સાવધ અને સંઘટિત રહેવાનો સંદેશ આપે છે.