Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વીડિયો જાહેર કર્યો, પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો કર્યો નાશ
Operation Sindoor: ભારતીય સેનાએ તાજેતરમાં જ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ‘ઓપરેશન સિંદૂર’નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સેનાના જવાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં પ્રવેશતા અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ વિડીયો દેશની સુરક્ષા અને આતંકવાદ સામે કરવામાં આવી રહેલા નિર્ણાયક ઓપરેશન્સની ઝલક આપે છે.
બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે જાહેર કરાયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારતીય સેનાએ એક સુનિયોજિત રણનીતિ મુજબ સરહદ પાર કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. વીડિયોમાં વિસ્ફોટો, ઉડતા હેલિકોપ્ટર અને ગોળીબારના અવાજો સ્પષ્ટપણે સાંભળી શકાય છે. સૈન્યના જવાનોએ સંપૂર્ણ તૈયારી સાથે મર્યાદિત સમયમાં મિશન પૂર્ણ કર્યું અને સુરક્ષિત રીતે પાછા ફર્યા.
OPERATION SINDOOR#JusticeServed
Target 1 – Abbas Terrorist Camp at Kotli.
Distance – 13 Km from Line of Control (POJK).
Nerve Centre for training suicide bombers of Lashkar-e-Taiba (LeT).
Key training infrastructure for over 50 terrorists.DESTROYED AT 1.04 AM on 07 May 2025.… pic.twitter.com/OBF4gTNA8q
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 7, 2025
આ અભિયાનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે, જે દેશના રક્ષણ અને પવિત્રતાના પ્રતીક ‘સિંદૂર’ સાથે જોડાયેલું છે. આ નામ દ્વારા સેનાએ સંદેશ આપ્યો છે કે ભારતીય ધરતી પર કોઈપણ પ્રકારના ખતરાને સહન કરવામાં આવશે નહીં.
સેનાના આ સાહસિક પગલાની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકોએ તેને સર્જિકલ સ્ટ્રાઈક 3.0 તરીકે ઓળખાવી છે. આ વિડીયો ફક્ત ભારતીય સેનાની તાકાત જ નથી બતાવતો પણ એ પણ બતાવે છે કે આપણા દળો દેશની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.