સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હંગામાને કારણે વિપક્ષના 12 સાંસદોને સંસદના સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આ અંગે વિપક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. જે બાદ આજે 30 નવેમ્બરે વિપક્ષી દળોએ સંસદમાં બેઠક બોલાવી છે. આ પ્રસંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.
આ બેઠકમાં શિયાળુ સત્રના બાકીના ભાગ માટે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ ભાવિ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેના સંસદ કાર્યાલયમાં બોલાવવામાં આવી હતી, જેમાં 16 પક્ષોએ ભાગ લીધો હતો.
કોંગ્રેસ, DMK, શિવસેના, NCP, CPM, CPI, RJD, IUML, MDMK, LJD, નેશનલ કોન્ફરન્સ, RSP, TRS, કેરળ કોંગ્રેસ, VCK, AAPએ બેઠકમાં ભાગ લીધો હતો.
જણાવી દઈએ કે બેઠક બાદ વિપક્ષી દળો રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શનને લઈને મળવા જઈ રહ્યા છે.