કોરોનાની મહામારી વચ્ચે ડોકટર નરિંદર મેહરાનો દાવો છે કે ભારતના લોકોની ઇમ્યુનિટી ઘણી સારી છે. તેના લીધે ભારતમાં બીજા દેશોની જેમ ડોથ ટોલ વધશે નહીં.
નરિંદર મેહરાએ કહ્યું કે ભારત ઇમ્યુનિટીમાં અવ્વલ છે. એમ્સમાં થયેલ એક સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતમાં ડઇવર્સિટી વધુ હોવાના લીધે ઇમ્યુન રિસપોન્સ જીન એટલે કે એ જીન જે ઇમ્યુનિટીને ગાઇડ કરે છે તેઓ યુરોપિયન દેશોની સરખામણીમાં મજબૂત છે. દરેક વ્યક્તિથી દરેક વ્યક્તિ અને વસતીથી વસતી ઇમ્યુનિટી ડાઇવર્સિટી ઘણી વધુ છે.
તેમણે કહ્યું કે દેશમાં ઓછા મોતના ત્રણ કારણ છે. ફિઝિકલ ડિસ્ટેંસિંગ, ઇમ્યુન સિસ્ટમ અને વાતાવરણ. આપણે હળદર, આદુ અને મસાલાવાળું ખાતા હોઇએ છે તેના લીધે પણ આપણી ઇમ્યુનિટીમાં વધારો કરે છે. તો ડૉકટર નરિંદર મહેરા કહે છે કે હવે ફ્રાન્સ, અમેરિકા, હંગેરિયન કંટ્રીથી કોરોનાના સેમ્પલ લઇને કામ કરવાનું વિચારી રહ્યા છે.
ડૉકટર નરિંદર મહેરાએ દાવો કર્યો છે કે ભારતમાં બાકીના દેશોની સરખામણીમાં ડેથ રેટ વધશે નહીં. તેનું કારણ બ્રોડ બેસ ઇમ્યુનિટી છે. તેમણે કહ્યું કે ઇટલી, સ્પેન અને અમેરિકાની જેમ ભારતમાં ડેથ રેટ વધશે નહીં. ઇટલી અને સ્પેનમાં કોરોના વાયરસના લીધે સૌથી વધુ મોત નોંધાયા છે.
આપને જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસના ખૂબ જ ઝડપથી પગપેસારો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના લીધે 600થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. ત્યાં કોરોના વાયરસના લીધે દેશમાં 12 લોકોના મોત પણ થઇ ચૂકયા છે. કોરોના સંકટને રોકવા માટે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન છે. જો કે 14મી એપ્રિલ સુધી રહેશે.