ભારતમાં પ્રજાસત્તાક દિવસે આપવામાં આવતા પદ્મ શ્રી પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અનેક હસ્તીઓને પદ્મ શ્રી આપવામાં આવશે. જેમાં લંગર બાબા, જગદીશ લાલ આહુજા, સામાજિક કાર્યકર્તા જાવેદ અહેમદ ટેક, સામાજિક કાર્યકર્તા સત્યનારાયણ મુનડ્યૂર, સામાજિક કાર્યકર્તા એસ રામકૃષ્ણા, સામાજિક કાર્યકર્તા યોગી એરોનને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
જગદીશ આહુજાને લંગર માટે ખાસ જાણવામાં આવે છે. તેઓ દરરોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈસ્ટીટ્યૂટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંડીગઢમાં ગરીબ દર્દીઓને અને પરિવારજનોને ફ્રીમાં ભોજન આપે છે. સાથે જ દર્દીઓને આર્થિક સહાય કરી તેમને કપડા અને ઘાબળા પણ આપે છે. તેમણે 1980થી મફતમાં ભોજન આપવાનું શરૂ કર્યું હતું. તેઓ દરરોજના 2000થી પણ વધું લોકોને ખાવાનું ખવડાવે છે.
આ 11 હસ્તીઓને મળશે પદ્મ શ્રી
જગદીશ લાલ આહૂજા, મોહમ્મદ શરીફ, જાવેદ અહમદ ટાક, તુલસી ગોડા, સત્યનારાયણ મુંદયૂર, અબ્દુલ જબ્બાર,ઉષા ચૌમાર, પોપટરાવ પવાર, હરેકાલા હજબ્બા, અરુણોદય મંડલ, રાધામોહન અને સાબરમતી, કુશલ કોનવાર શર્મા, ત્રિનિતી સાવો, રવિકન્નન, એસ રામકૃષ્ણન, સુંદરમ વર્મા, મુન્ના માસ્ટર, યોગી આર્યન, રાહીબાઈ સોમા પોપેરા, હિમ્મત રામ ભાંભૂ, મોઝિઝકલ પંકજાક્ષી.