પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ દરમિયાન પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યો છે. પાકિસ્તાની વેબસાઇટ ‘ડોન’ અનુસાર પાકિસ્તાને આતંકવાદી સંગઠન જામત-ઉત-દાવા પર પ્રતિબંધ મૂક્યો છે.આ સાથે ફલાહ-એ-ઈસાનિયત પર પણ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે. આ બંને આતંકવાદી સંગઠનનો મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ સાથે સંબંધ છે. આ બંને સંસ્થાઓને બેઠકમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે.
બેઠકમાં આ બંને સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ બે સંસ્થાઓ પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સે હાફિઝ સઈદને આતંકવાદી તરીકે ઘોષિત કર્યો છે અને એનાં પર 10 મિલિયન ડૉલરના પુરસ્કારની ઘોષણા કરી હતી. પછી પાકિસ્તાને આ આતંકવાદી સંસ્થા લશ્કર-એ-તોઇબા પર પ્રતિબંધ મૂક્યો હતો