પાકના એફ-16ને તોડી પાડ્યા બાદ મિગ-21 પણ ક્રેશ થવાથી પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઉતરવા માટે મજબૂર બનેલા વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને છોડી તો દીધા છે પણ તેમનો કેટલોક સામાન પાછો આપ્યો નથી.
અભિનંદન જ્યારે વાઘા બોર્ડરથી ભારતમાં દાખલ થયા ત્યારે તેઓ ખાલી હાથે હતા અને સિવિલ ડ્રેસમાં હતા.એવુ જાણવા મળ્યુ છે કે પાકિસ્તાને વિંગ કમાન્ડરની ઘડિયાળ, ચશ્મા અને મોજા તો પાછા આપી દીધા છે પણ તેમની સર્વિસ પિસ્ટલ, મેપ અને સર્વાઈવલ કિટ(જેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે) તેમજ એરફોર્સ યુનિફોર્મ પાછો આપ્યો નથી.
અભિનંદનને સુપ્રત કરતી વખતે અપાયેલા હેન્ડ ઓવર સર્ટિફિકેટ પ્રમાણે પાકિસ્તાને ઘડિયાળ, મોજા અને ચશ્મા જ પાછા આપ્યા છે.બાકીનો સામાન ભીખારી પાકિસ્તાને પોતાની પાસે જ રાખી લીધો છે.