પાકિસ્તાને બેશરીની હદ પાર કરી દીધી છે. આજના પાકિસ્તાનના જુદા-જુદા અબબારોમાં પુલવામાં સૌનિકોની શહીદીની તેમણે ખુબ મોટી જીત ગણાવી છે. પાકિસ્તાનના જુદા-જુદા અબબારોમાં અલગ અલગ રીતે આ શહીદોના મૃત્યુ પર જાણએ જશ્ન મનાવવામાં આવી રહ્યો હોય એવું વર્તાઈ રહ્યું છે. પાકિસ્તાનનાં સમાચાર પત્ર ‘ધ નેશન’ની હેડલાઇન છે – આઝાદીનાં લડવૈયાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કાશ્મીરમાં 44 સૈનિકોનાં મોત.
નોંધનીય છે કે પુલવામામાં ગુરૂવારે અવંતીપોરાનાં ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ આઈઈડીથી હુમલો કર્યો અને પછી તાબડતોડ ફાયરિંગ કરી હતી.
આ આતંકી હુમલામાં સીઆરપીએફનાં 37 જવાનો શહીદ થઇ ગયા છે. આ આતંકી હુમલાએ ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાને હચમચાવી દીધી છે. પાકિસ્તાનનાં સમાચાર પત્રોએ આ ખબરને પ્રમુખતાથી છાપી છે.
પાકિસ્તાન ઓબ્ઝર્વરે હેડલાઇ કી છે કે – ભારત અધિકૃત કાશ્મીરમાં થયેલા વિસ્ફોટમાં 44 ભારતીય સૈનિકોનાં મોત, અનેક ઘાયલ. આની સાથે છાપામાં લખ્યું છે કે છેલ્લા બે વર્ષોમાં ભારતીય સુરક્ષાદળ પર આ સૌથી ઘાતક હુમલો છે. ધડાકો એટલો તેજ હતો કે આનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
ધ ડોન સમાચાર પત્રએ હેડલાઇન મુકી છે કે, – કાશ્મીર હુમલામાં 44 ભારતીય સૈનિકોનાં મોત.
ધ ટ્રિબ્યુને હેડિંગ કર્યું છે કે કાશ્મીરમાં 44 ભારતીય સૈનિકોની સુસાઇડ એટેકમાં મોત