પાકિસ્તાનમાં પણ કોરોના મહામારીના કારણે સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. રવિવાર સુધી અહીં 1560 કેસ પોઝિટિવ આવ્યા છે અને 14 લોકોના મોત થયા છે. ઈમરાન ખાન સરકાર પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ સિંધ પ્રાંતમાં રહતા અલ્પસંખ્યક હિન્દુઓ સાથે ખૂબ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. છોડા દિવસ પહેલાં સ્થાનિક પ્રશાસન તરફથી કરાચીમાં લોકોને રેશન અને અન્ય જરૂરી સમાન વહેંચવામાં આવતો હતો, પરંતુ ત્યારે પણ હિન્દુઓને કોઈ મદદ આપવામાં આવી નહતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, આ રાહત એમના માટે નથી માત્ર મુસ્લિમ સમુદાયના લોકો માટે જ છે. સિંધમાં હિન્દુઓની વસ્તી અંદાજે 5 લાખ છે.
