Pakistan: પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ, પંજાબ અને જમ્મૂમાં મિસાઈલ હુમલાં
Pakistan: પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને હવે બુધવારે રાત્રે તેણે પંજાબ અને જમ્મુના સરહદી ગામડાઓ પર મિસાઈલ છોડ્યા. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન તરફથી કાયરતાપૂર્ણ કાર્યવાહીનો સિલસિલો ચાલુ છે. જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨૫-૨૬ એપ્રિલથી નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને તોપખાનાના ગોળા અને મોર્ટાર છોડ્યા.
આ દરમિયાન પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર ખુલ્યું છે. પાકિસ્તાની સેનાએ મોડી રાત્રે પંજાબના અમૃતસર, ફિરોઝપુર અને જમ્મુમાં મિસાઇલો છોડ્યા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની કોઈ માહિતી નથી.
#WATCH | Army personnel cordon off the area where projectile debris has been found in the border area of Amritsar district pic.twitter.com/mV9CAY2nO8
— ANI (@ANI) May 8, 2025
બુધવારે રાત્રે પંજાબના જેઠુવાલ, પંઢેર ખુર્દ, માખનવિંડી અને દુધાલા ગામમાં પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલી મિસાઇલોના ટુકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક બળી ગયેલા ભાગો પણ મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ સેનાને આ અંગે જાણ કરવામાં આવી.
ભારતે ઝડપથી પ્રતિક્રિયા આપી અને હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ સક્રિય કરી, જેના કારણે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલો હવામાં જ નિષ્ક્રિય થઈ ગઈ અને તેમના અવશેષો પાછળથી ખેતરોમાં પડ્યા.
Punjab | SHO Jandiala Harchand Singh Sandhu says, "It is a portion of a missile. I am ensuring safety measures are followed here." https://t.co/DeN4l97pYN pic.twitter.com/tPksV1ywTB
— ANI (@ANI) May 8, 2025
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલો ચલાવી હતી, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હવાઈ હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સતત ભારતને ધમકી આપી રહ્યા છે અને સેનાને “છુટ” આપવાની વાત કરી રહ્યા છે જેથી તે બદલો લઈ શકે.