સોમવારે કૂલભુષણ જાધવને પાકિસ્તાન કોન્સ્યૂલર એક્સેસ આપશે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી ટ્વિટ કરી આ જાણકારી આપવામાં આવી હતી. અત્યાર સુધી ભારત તરફથી પાકિસ્તાન સરકાર દ્વારા કોન્સ્યૂલર એક્સેસના પ્રસ્તાવ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, 2017માં પાકિસ્તાની સેના દ્વારા ફાંસીની સજા સંભળાવ્યા પછી આ પહેલી વાર બન્યું છે કે, કૂલભુષણને કોન્સ્યૂલર એક્સેસ આપવામાં આવશે. આ મામલે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે, જાધવને રાજનૈતિક સંબંધો પર વિયેના કન્વેશન, ICJના નિર્ણય પર અને પાકિસ્તાનની કાયદા વ્યવસ્થા હેઠળ કોન્સ્યૂલર એક્સેસ આપવામાં આવી રહી છે.
આ પહેલા ભારતીય નાગરિક કૂલભુષણ જાધવ સાથે જોડાયેલા મામલે ICJએ હાલમાં જ પોતાના નિર્ણય આપતા તેમની ફાંસી પર રોક લગાવી હતી. ભારતના યથાગ પ્રયત્નોને પ્રતિસાદ આપતા ICJએ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવાનો આદેશ પણ આપ્યો હતો. જો કે ICJના નિર્ણય પર પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ICJએ તેના વિરોધને ફગાવી દીધો હતો.
ICJએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને તેના ફાંસીના નિર્ણય અંગે પુન:વિચારણા કરવી જોઇએ.