ભારત દ્વારા હવાઈ હુમલા પછી પાકિસ્તાન સતત ટિપ્પણી કરે છે. પાકિસ્તાન આર્મીના મીડિયામાંથી મળેલી માહિતી અનુસાર ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ‘લાહોર-સિયાલકોટ સેક્ટર સરહદ તરફ જઈને ભારતીય હવાઇ દળે જે પરિસ્થિતીનું નિર્માણ કર્યું છે. આ સમય દરમિયાન બહાવલપુર સરહદ નજીક એક અન્ય પરફોમન્સ પણ જોવા મળ્યું હતું.
ડીજી આઇએસપીઆરએ જણાવ્યું હતું કે કીરણ ખીણના મુઝફરાબાબાદ ક્ષેત્ર તરફ ઉડાન ભરીને એક વિશાળ રચના જોવા મળી હતી. તેઓએ એલઓસીને પાર કરી પણ સાથે સાથે પાકિસ્તાન એર ફોર્સની પડકારનો પણ સામનો કર્યો હતો.
તેઓ એલઓસીમાં 4-5 મીલ સુધી આવી ગયા હતા. પીછેહઠ પર તેણે પોતાનો પેલોડ નીચે નાખી દીધો અને બહાર નીલળી ગયા. તે પેલોડ જાબા પર પડ્યો હતો. ‘ પત્રકાર પરિષદમાં એવું કહેવામાં આવ્યું હતું કે આઇએએફએ દાવો કર્યો છે કે 300 આતંકવાદીઓ માર્યા હતા. જો તેણે 10ને પણ માર્યા હોત તો તેનું લોહી ન હોય? અંતિમવિધિ નહીં થાય? જો કોઈ નિરીક્ષણ કરવા માંગે છે તો ઘટનાંસ્થળ તેમના માટે ખુલ્લું છે. આઇએસપીઆરના ડીજીએ કહ્યું કે ‘તમે હુમલો કરી શકતા નથી, તમે માત્ર ઘૂસણખોરી કરી શકો છો. તમને ત્યારે મોટુ આશ્ચર્ય થશે કે જ્યારે અને જવાબ આપશું. ‘
ગફૂરએ કહ્યું, ‘અમે જવાબ આપીશું, હવે તેની રાહ જુઓ.’ અમે તમને આશ્ચર્ય પમાડીશું. આશા છે કે તમે જાણતા હશો કે નેશનલ કમાન્ડ ઓથોરિટી શું છે? વડા પ્રધાને સંરક્ષણ દળો અને પાકિસ્તાનના લોકોને તૈયાર રહેવા માટે કહ્યું છે. હવે વારો તમારો છે. આઘાત લગાડવા માટે તૈયાર રહો. ડીજીએ કહ્યું કે જ્યારે અમે આવું કરીશું ત્યારે જૂઠું બોલીશું નહીં. અમે કરશું ત્યારે પાકિસ્તાન અને દુનિયાના લોકોને કહીશું. ‘