પાકિસ્તાન સરકાર ઉપર આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કરીને કાશ્મીર વેચવાનો આરોપ લગાવ્યો છે અને સરકાર પછાડવા માટે જલ્દી ઇસ્લામાબાદને ઘેરવાની ચેતવણી આપવામાં આવી છે. આ આરોપ બીજા કોઈએ નહીં પણ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના મલ્ટી પાર્ટી કોન્ફ્રેસે(MPC) લગાવ્યો છે. અખબાર ડોનમાં મંગળવારે પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે MPCના સંયોજક અને જમીયત ઉલેમા-એ ઇસ્લામ એફ(JUI-F) ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બધા વિપક્ષી દળોએ ઇસ્લામાબાદ જવાનો નિર્ણય કર્યો છે.
વિપક્ષ સરકાર સામે આ મુદ્દે એકજુટ
મૌલાના ફઝલુર રહમાને કહ્યું હતું કે સંયુક્ત વિપક્ષની રહબર કમિટીને એક સપ્તાહની અંદર માંગ પત્ર તૈયાર કરવા માટે કહેવાયું છે. જેથી ઇસ્લામાબાદ જતા પહેલા તેમના હાથમાં કશુંક હોય. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ(PML-N)ના અધ્યક્ષ શહબાઝ શરીફે કોન્ફરન્સમાં ભાગ લીધો ન હતો. જોકે આ બે મુખ્ય વિપક્ષી દળોના કેટલાક નેતા હાજર રહ્યા હતા.