સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન(PAN) અને આધાર કાર્ડના લિંક કરવાની સમયમર્યાદા ફરી વધારી દીધી છે. જો લોકોએ હજૂ સુધી આધારને પાન સાથે લિંક નથી કર્યું તો 31 માર્ચ 2020 સુધી લિંક કરી શકે છે. સમયમર્યાદા 31 ડિસેમ્બરની 2019ને ખતમ થઈ રહી છે.
પાન સાથે આધારને જોડવાની અંતિમ સમયમર્યાદા સરકારે આ 8મી વખત લંબાવી છે. ટેક્સ ભરવા માટે આધારને પાન સાથે લિંક કરવુ ફરજિયાત છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય સ્તરે સમર્થન આપ્યું હતું અને પાનને આધાર સાથે જોડવા ફરજિયાત કરવા માટે સરકારની યોજનાને કાયદેસર બનાવવામાં આવી હતી.1 એપ્રિલ 2019થી ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધાર-પાન લિંક હોવુ ફરજિયાત છે.
જણાવી દઈએ કે, પહેલા આયકર વિભાગે શુક્રવારે રિમાઇન્ડર મોકલીને 31 ડિસેમ્બર 2019 સુધીમાં આધારને પાન સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે પોતાના રિમાઈન્ડરમાં આ વાત કહી હતી કે, જે લોકોએ પાનને આધાર સાથે 31 ડિસેમ્બર સુધી લિંક નહી કર્યું હોય તેમનું પાન કાર્ડ જાન્યુઆરી 2020થી ગેરકાયદેસર અને સંચાલનથી બાહર થઈ જશે.સૌથી મોટી વાત એ છે કે જો તમે આધારને પાન સાથે લિંક કરશો નહીં,તો ઈનકમ ટેક્સ, રોકાણ અથવા લોન વગેરે સંબંધિત કોઈપણ કામ કરી શકશો નહીં.
જોકે, સીબીડીટીએ પાનને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ માર્ચ 2020 સુધી લંબાવી હતી.સીબીડીટીએ એ પોતાની ટ્વીટમાં લખ્યું કે, આયકર અધિનિયમ 1961ની કલમ 139(A)(A)પેટા કલમ બે હેઠળ પાનને આધાર સાથે જોડવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2019 થી 31 માર્ચ, 2020 સુધી વધારી દેવામાં આવી છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય રીતે માન્ય જાહેર કરી હતી