નેશનલ કેરિયર એર ઇન્ડિયાએ ગુજરાતી મુસાફરોને અન્યાય કરતો તઘલખી નિર્ણય લીધો છે. હવે અમદાવાદથી વાયા મુંબઇ થઇને ન્યુજર્સી (એઆઇ-191)ની ફ્લાઇટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ હવે એક લગેજ બેગ લઇ જઇ શકશે. જો બીજી બેગ લઇ જવી હશે તો એકસ્ટ્રા ચાર્જ ચુકવવો પડશે તે પણ ડોલરમાં.

આમ એર ઇન્ડિયાએ ખાનગી એરલાઇન્સ કંપનીઓને ફાયદો કરી આપવાની પણ ચર્ચાએ જોર પકડયું છે. એર ઇન્ડિયાની અમદાવા- ન્યુજર્સીની ફ્લાઇટમાં સૌથી વધુ ગુજરાતી મુસાફરો સવાર કરે છે. જેઓ ત્યાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે જેના કારણે આ ફ્લાઇટમાં સૌથી વધુ ગુજરાતી મુસાફરોની અવરજવર છે.

તે ફ્લાઇટમાં એરલાઇન કંપનીએ મુસાફરો સાથે મનસ્વી વલણ અપનાવી ૨૩-૨૩ કિલોની બે લગેજના બદલે એક જ બેગેજ કરી દીધી છે. એટલે કે બીજી ૨૩ કિલોની બેગેજ લઇ જવા માટે મુસાફરોએ એરલાઇન કંપનીને ૧૦૦ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ. ૬૯૦૦ થવા જાય છે.

આમ એર ઇન્ડિયાએ મુસાફરોના ખિસ્સા ખંખેરવાનું શરૂ કરી દીધું છે. બેગેજ મામલે મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર એરલાઇનના કર્મચારીઓ વચ્ચે તૂ તૂ મેમે થાય છે. મુસાફરોનું કહેવું છે કે એર ઇન્ડિયાએ જાણી જોઇને આ જ ડેસ્ટિનેશનની ફ્લાઇટમાં એક જ બેગેજલઇ જવાનો નિર્ણય કેમ લીધો છે.

અમેરિકાના અન્ય ડેસ્ટિનેશનની ફ્લાઇટમાં બ બેગેજની પરમીશન છે. એર ઇન્ડિયાના સત્તાધીશોને માલુમ છે કે આ ફ્લાઇટમાં સૌથી વધુ ગુજરાતી મુસાફરો સવાર કરતા હોવાથી તેમની પાસે લગેજ વધુ હોય છે. આમ મજબુરીથી તેઓ ડોલરમાં પૈસા ચુકવશે.

જો કે આ એકસ્ટ્રા બેગેજના પૈસા કેમ લેવામાં આવી રહ્યા છે તે મુદ્દે એર ઇન્ડિયાના સત્તાધીશો પાસે યોગ્ય જવાબ નથી. તેઓ જણાવી રહ્યા છે કે ઇરાન એર સ્પેસ બંધ થઇ જવાથી અમેરિકા જતી ફ્લાઇટોના ઓપરેટીંગ કોસ્ટ વધી રહ્યો છે તો બીજા સેકટરની અમેરિકાની ફ્લાઇટો પણ આજ રૂટનો ઉપયોગ કરે છે.

તો કેમ આ જ ફ્લાઇટ માટે એક જ લગેજ બેગ લઇ જવાનો નિયમ કેમ બનાવ્યો છે? તે કંઇ સમજાતું નથી. એર ઇન્ડિયાને સૌથી વધુ બિઝનેસ ગુજરાતમાંથી મળે છે છતાં અન્યાય એર ઇન્ડિયાને આખા ભારતમાંથી સૌથી વધારે બિઝનેસ ગુજરાતમાંથી મળે છે.

છતાં ગુજરાતને સીધી કનેક્ટિવીટી એરલાઇનન્સમાં સીટો ન મળવાનો હંમેશા પ્રશ્ન રહે છે અને હળહળતો અન્યાય થતો રહે છે. વર્ષ ૨૦૧૬માં અમદાવાદથી સીધી ન્યુજર્સીની ફ્લાઇટ શરૂ કરી હતી પણ કોઇ કારણોસર એર ઇન્ડિયાએ આ સેવા બંધ કરી ગુજરાતને અન્યાય કરેલ છે.

આજે ફરીથી એર ઇન્ડિયાનો એક બેગનો તઘલખી નિર્ણય બીજી એરલાઇન્સના હિત માટે કરાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે ખાનગી એરલાઇન્સ કંપનીઓ મુસાફરોને આ રૂટ પર બે લગેજ બેગ લઇ જવાની પરમિશન આપી રહી છે ત્યારે નેશનલ કેરિયર એર ઇન્ડિયાએ મુસાફરો પાસેથી બીજી લગેજના પૈસા લઇ રીતસરનું લુંટવાનું શરૂ કરી દીધું છે.