આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામે સુપ્રીમ ગ્લેઝીઝ પ્રાઇવેટ લિમિટેડ માં સ્થનિકોને રોજગારી ન આપતા ભરૂચ જિલ્લા સોસીયલ મીડિયા ટિમ , યુથ કોંગ્રેસ, લોક સરકાર દ્વારા તાળા બંધી કરા. હતૂ. કૉંગ્રેસ ના કાર્યકરો એ કંપની ના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા વાતાવરણ ગરમાયુ હતું તો પોલીસે વચ્ચે પડી વાતાવરણ ને કાબુમાં લેવાયું તેમજ તાળા બંધી ના પ્રોગ્રામમાં દક્ષીણ ઝોન પ્રભારી કાલુ ચૌહાણ,ભરૂચ જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ધઢવી , 150 વિધાનસભા સોસીયલ મીડિયા કોરડીનેટર ભારત ગોહિલ, ભરૂચ જિલ્લા યુથ પ્રમુખ શેરખાન પઠાણ, આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ જકવાન જાલ હાજર રહ્યા.
કંપનીનું મેનેજમેન્ટ એમ કહે છે કે સરકાર નો કોઈ પરિપત્ર અમારી પાસે આવ્યો નથી જેથી અમે સ્થનિકોને 80% રોજગારી આપી શકીએ.
કંપની ત્યાંના કોઈ ચોક્કસ રાજકીય વર્ગ ના સપોર્ટ હેથળ સ્થાનિકોને રોજગારી ન આપવા તેમજ મીડિયા કર્મીઓ સાથે ખુલ્લા મોઢે ગેરવર્તન કરાયું તેમજ આટલો મોટો જલવંત તાળા બંધી તો પ્રોગ્રામ કરવા છતાં કંપની ના મેનેજમેન્ટને ચોક્કસ પણે કોઈ રાજકીય પક્ષ નો હાથ હોઈ તો બિન્દાસ પણે કોંગ્રેસના કાર્યકરો , સ્થનિકો તથા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરાયું. કંપનીના મેનેજમેન્ટનું પેટ નું પાણી પણ હલ્યું ન હોઈ તેમ જણાયું.
ડિજિટલ ઇન્ડિયા ના ધજાગરા ઉડાવતો કિસ્સો પણ જોવા મળ્યો કંપની પોતાના નોકરિયાતો પાસે 12 કલાક કામ કરાવે છે,કંપની સરકાર ના આદેશ અનુસાર પગાર ચૂકવતી નથી,કંપની કર્મચારીઓ ને રોકડ માં પગાર ચૂકવે છે જેની પગાર સ્લીપ પણ આપતા નથી.તેમજ કંપનીમાં કર્મચારીઓ ને PF નો લાભ પણ મળતો નથી.હવે જોવું રહ્યું કે આગામી દિવસો માં કમ્પની સ્થાનિકો પ્રાથમિકતા નોકરી માં મળશે કે નહીં અને P.F જેવી તથા મેડિકલ જેવી સુવિધા મળશે કે નહીં.