કોરોનાના વધતા જતા કેસોને ધ્યનામાં લઈને હવે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા લોકો તેમનાથી દૂર ભાગતા જોવા મળી રહ્યાં છે.કોરોનાના કારણે રાજ્યમાં લૉકડાઉનનો છેલ્લા કેટલાક દિવસોથી કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ માટે સરકાર તરફથી જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે લૉકડાઉન દરમિયાન કોઈ કારણ વિના રસ્તા પર લટાર મારવા નીકળેલા લોકો પર પોલીસ દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.
આથી આવી રીતે લોકડાઉનનો ભંગ કરીને રસ્તા પર રખડવા નીકળેલા લોકો પોલીસની વાન જોઈને ભાગી રહ્યાં છે.બીજી તરફ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાઈરસ પર કાબૂ મેળવવા માટે કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં રેન્ડમ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના સ્વાસ્થ કર્મચારીઓની વિવિધ ટીમો જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહી છે અને અમદાવાદની વિવિધ વિસ્તારોમાં મેડિકલ વાનમાં ફરી રહી છે. આ ટીમ રસ્તે મળી આવતા લોકોનું પણ રેન્ડમ ચેકિંગ કરી રહી છે.
આ દરમિયાન પોતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવવાના ડરથી સેમ્પલના આપવા પડે તે માટે લોકો હેલ્થ ટીમને જોઈને દૂર ભાગવા લાગે છે.જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 378 કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસો 197 માત્ર અમદાવાદમાં જ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 19 લોકોનો ભોગ કોરોનાએ લીધો છે.