લાંબા લોકડાઉન બાદ સરકારે અનલોક-1 જાહેર કર્યુ છે. જે પછી ઓફીસ અને વેપાર-ધંધા ખુલી ગયા છે. તેના કારણે પેટ્રોલ ડિઝલની પણ માંગ વધવા લાગી છે. જેને લઈને પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત બારમાં દિવસે વધારો જોવા મળ્યો છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. પેટ્રોલની કિંમતમાં આજે 53 પૈસા અને ડીઝલની કિંમતમાં આજે 64 પૈસાનો વધારો થયો છે.
નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 75.38 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 73.88 પ્રતિ લીટર થયો છે. જ્યારે સુરતમાં પેટ્રોલનો અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ ક્રમશ: 75.28 અને 73.79 રૂપિયા થયો છે. જ્યારે જામનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 75.29 અને ડીઝલનો ભાવ 76.67 રૂપિયા અને રાજકોટમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 75.16 અને ડીઝલનો ભાવ 73.68 રૂપિયા થયો છે. જ્યારે ભાવનગરમાં પેટ્રોલનો અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ ક્રમશ: 76.67 અને 75.16 રૂપિયા થયો છે. જ્યારે જૂનાગઢમાં પેટ્રોલનો અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ ક્રમશ: 75.91 અને 74.43 રૂપિયા થયો છે. જ્યારે મહેસાણામાં પેટ્રોલનો અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ ક્રમશ: 75.45 અને 73.97 રૂપિયા થયો છે.