લોકો માટે રહેતની સમાચાર છે, આંતરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલની કીંમતમાં ઘટાડો નોંધાયો છે. જેનો ફાયદો ભારતની જનતાને મળી રહ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આજ રોજ ભારે ઘટાડો જોવા મળ્યો. આજ રોજ પેટ્રોલની કિંમતમાં 2.69 અને ડિઝલની કિંમતમાં 2.33 રૂપિયાનો ઘટાડો નવી દિલ્હી ખાતે જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરબ અને રશિયા વચ્ચે ઓઇલની કિંમતોને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 31 ટકા સુધી ઘટી ગઇ હોવાનું જોવા મળી રહ્યુ છે. જેને લઇને ભારતીયોને તેનો નાણાંકીય લાભ મળી શકે છે, કારણ કે આપણો દેશ પેટ્રોલ-ડિઝલ માટે ઘણી હદ સુધી આયાત પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનું 84 ટકાથી વધારે કાચુ તેલ આયાત કરે છે.
સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો જે 2017 બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં 30 ટકા ઘટાડો થતા વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. માત્ર કોરોના જ નહીં પરંતુ રશિયા અને OPEC દેશો વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોને લઇને ચાલી રહેલા વિવાદોથી પણ ભાવ પર મોટી અસર પડી રહી છે.
શહેર પેટ્રોલ ડિઝલ
અમદાવાદ રૂ. 67.84 રૂ. 65.94
સુરત રૂ. 67.74 રૂ. 65.86
રાજકોટ રૂ. 67.64 રૂ. 65.76
વડોદરા રૂ. 67.53 રૂ. 65.63
ભાવનગર રૂ. 69.12 રૂ. 67.22