પૂણેમાં એક વ્યક્તિના બર્ગરમાં કાચના ટુકડા આવતા તેનું મોઢું લોહી-લુહાણ થઈ ગયું છે. તેના ગળામાં પણ ઘણુ નુકસાન પહોંચ્યું છે. જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. 31 વર્ષીય સાજિદ પઠાણ પોતાના મિત્રો સાથે બર્ગર કિંગમા ગયો હતો. તેણે બર્ગર ખાવાનું શરૂ કર્યું અને કાચના ટુકડા તેના ગાલ, જીભ અને ગળામાં ઘૂસી ગયા. જ્યારે તેણે થૂંક્યુ તો તેના મોંઢામાંથી કાચના ટુકડાની સાથે લોહી નીકળવા લાગ્યું હતું.
સાજિદ અને તેના મિત્રો બર્ગરમાં કાચ મળી આવતા ગભરાઈ આભા ગયા હતા. ત્યારબાદ મિત્રોએ બર્ગર કિંગ અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે બર્ગર કિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધી દીધી છે. તેમજ કંપનીનું કહેવું છે કે તેમને બદનામ કરવાના હેતુસર આવા પેંતરા રચવાનો પ્રયાસ થયો હતો. ફરિયાદકર્તાઓએ પોતે જ તેમાં કાચના ટુકડા ભેળવ્યા હતા.