હાઇવે પર તમારે મુસાફરી દરમિયાન એટલા જ પૈસા ચુકવવા પડશે જેટલી તમે સફર કરી હોય. તે સ્પષ્ટ છે કે જો તમે મુસાફરીની મધ્યમાં ટોલમાંથી બહાર નીકળવા માંગતા હોય, તો સમગ્ર ટોલ પર શુલ્ક લેવામાં આવશે નહીં. ઉપરાંત, તમારે વારંવાર ટોલ પ્લાઝા પર અટકવું પડશે નહીં. આ ઉપરાંત, આ ટોલ પ્લાઝને દૂર કરવાની તૈયારી પણ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) દેશના તમામ મુખ્ય ધોરીમાર્ગો પર Pay As You Go પોલિસી અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે.
નવી ટોલ ટેક્સ નીતિમાં ટેક્ષને મુસાફરીનાં કિ.મી. સાથે હવે જોડવામાં આવશે. એટલે કે જો ઓછી મુસાફરીને લઇ ઓછો ટોલ અને વધારે મુસાફરીને લઇ વધારે ટોલ ટેક્સ લાગુ કરવામાં આવશે. જો કે હાલમાં ટોલ પ્લાઝા પર એક જ નક્કી કરાયેલ ટોલ ભરવાનો હોય છે પછી ભલે ને કોઇ પણની મુસાફરી વધારે કિ.મીની હોય કે ઓછા કિ.મીની.
સરકાર ઇન્ટેલિજેન્ટટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહી છે. હવે ઇન્ટેલિજેંટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટનાં આધારે ખુલ્લી ટોલનીતિ આવી રહી છે. જેથી હવે એટલો જ ટોલટેક્ષ આપી શકશો કે જેટલા કિ.મીની તમે મુસાફરી કરી હોય.”