નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ આ પ્રકારની જાણકારી ભારતીય વહીવટી સેવાના 1977 બેંચના અધિકારી રહેલા સિન્હાએ સપ્ટેમ્બર 2019માં પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સલાહકાર તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. આ અગાઉ તેમને અમુક સમય માટે વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી માટે નિમણૂંક કરવામાં આવ્યા હતા. તે વર્ષ સુધી કેબિનેટ સચિવ તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે.
પીએમ મોદી માટે પીકે સિન્હા ઘણા મહત્વપૂર્ણ ઓફિસર મનાય છે કારણે તેમણે પોતાના પસંદગીના અધિકારીઓને મનગમતા હોદ્દાઓ પર રાખવા માટે સરકારે 60 વર્ષ જૂનો નિયમ બદલી નાંખ્યો હતો.
સિન્હાએ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો છે. આ અગાઉ યુપીએ સરકાર દરમિયાન સિન્હા ત્રણ અલગ અલગ મંત્રાલયોના સચિવ તરીકે પણ ભૂમિકા નિભાવી ચુક્યા છે. જ્યારે 2014માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ઉર્જા સચિવ પણ બનાવ્યા હતાં.
મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા બાદ, સિન્હા પીએમઓમાંથી રાજીનામુ આપનારા બીજા હાઈપ્રોફાઈલ નોકરશાહ છે. નૃપેન્દ્ર મિશ્રાએ ઓગસ્ટ 2019માં લોકસભા ચૂંટણી બાદ રાજીનામું આપ્યુ હતું. જે બાદ તેમની જગ્યા ખાલી થઈ હતી. પી.કે.સિન્હા 13 જૂન, 2015થી 30 ઓગસ્ટ 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મંત્રીમંડળ નિયુક્તિ સમિતિએ 11 સપ્ટેમ્બર 2019થી પ્રધાનમંત્રીના મુખ્ય સલાહકાર પદ માટે સિન્હાની નિમણૂંકને મંજૂરી આપી હતી.