વડાપ્રધાન આજે રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ આજે જનતાને સમર્પિત કરવામાં આવશે.
વડા પ્રધાન આજે તા.12 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે દૌસા પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
નવા ભારતમાં વિકાસ, પ્રગતિ અને કનેક્ટિવિટીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન ભાર મૂકી રહયા છે.
તેઓએ કહ્યું કે દેશમાં ઉત્તમ રોડ માળખાકીય સુવિધાઓ ઊભી કરવી જોઈએ.
આ વિઝનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે, દેશભરમાં અનેક વર્લ્ડ ક્લાસ એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આવો જ એક મહત્વનો પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે છે, જેના માટે વડાપ્રધાન દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિમી છે. તેના નિર્માણ સાથે, દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 12 ટકા ઘટશે અને રસ્તાની લંબાઈ 1,424 કિમીથી ઘટીને 1,242 કિમી થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે,જ્યાં પહેલા 24 કલાક લાગતા હતા હવે 12 કલાક લાગશે.
આ એક્સપ્રેસ વે છ રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.
એક્સપ્રેસ વે 93 PM ગતિ શક્તિ આર્થિક ક્લસ્ટર, 13 બંદરો, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કની સુવિધા પણ આપશે.
આ ઉપરાંત જેવર એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ અને જેએનપીટી પોર્ટ જેવા આગામી ગ્રીનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ફાયદો થશે.
આ એક્સપ્રેસ વે આસપાસના તમામ વિસ્તારોના વિકાસની દિશા પર નિર્ણાયક હકારાત્મક અસર કરશે. આ રીતે, દેશના આર્થિક પરિવર્તનમાં તેના મહત્વપૂર્ણ યોગદાનની ખાતરી કરવામાં આવશે.