સરકાર ના કૃષિકાયદાના વિરુદ્ધ ખેડૂતો કકડતી ઠંડી માં પણ આંદોલન ચલાવી રહ્યા છે અને આંદોલનનો આજે 26મો દિવસ છે. અગાઉ ની જાહેરાત મુજબ ખેડૂતો ની આજે ભૂખ હડતાળ છે. હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરાશે. ખેડૂતોએ રવિવારે આ એલાન કર્યું છે, જેના 5 કલાક પછી જ સરકારે વાતચીતના આમંત્રણની ચિઠ્ઠી મોકલી છે, જેના માટે ખેડૂતો આજે નિર્ણય કરશે.
કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બંગાળમાં કહ્યું હતું કે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ખેડૂતો વચ્ચે એક-બે દિવસમાં બેઠક યોજાઈ શકે છે. બીજી બાજુ, ખેડૂત નેતાઓએ રવિવારે કુંડલી બોર્ડર પર બેઠક પછી એલાન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બરે જ્યાં સુધી મન કી વાત ચાલુ રાખશે ત્યાં સુધી ખેડૂતો થાળીઓ વગાડશે.આમ ખેડૂતો પોતાના નિર્ણય માટે અડગ છે અને પીછેહઠ માટે જરાપણ તૈયાર નથી અને ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.
